હે સંસાર હું નિત નવી પરીક્ષામાંથી પસાર થતો જીવ છું,મારે જીવવું છે તો મને જીવવા દો...
મેં રાત્રીના અંધકાર તો ગણા જોયા હવે દિવસનું અજવાડું પણ જોવા તો દો...
મારી હાર પર હસ્યા વગર મને જીતનો સ્વાદ ચાખવા તો દો...
મારી નિષ્ફળતા પર ઉપહાસ કર્યા વગર મને થોડો સફળતાનો રસ પણ પીવા તો દો...
હું મજબૂર તો છુ પણ મારી મજબૂરીનો લાભ લીધાં વગર મને જીવવા દો...
તમારી ખરાબ દ્રષ્ટિ અને ખોટા વિચારો માંથી દૂર કરી મને મુક્ત મને જીવવા દો...
ભલે મારું ભાગ્ય સારુ નથી પણ મારે મારા ભાગ્યને બદલવું છે તો થોડો પ્રયત્ન  કરવા તો દો...
હે સંસાર હું નિત નવી પરીક્ષામાંથી પસાર થતો જીવ છું,મારે જીવવું છે તો મને જીવવા દો...




TO BE CONTINUED...