હે શિક્ષક હું તમારા વિદ્યાર્થીનો જીવ છું,
મારે જીવવું છે તો મને જીવવા દો......
હોશિયાર ડફોળ ના ભેદ વગર મને આગળ આવતા પડકારોનો સામનો કરવા તો દો......
આ અતિરેક શિક્ષણના ભારથી ડરી ગયો છું મને આ ડરને દૂર કરવા તો દો.....
હે માતાપિતા હું તમારી સંતાનનો જીવ છું,મારે જીવવું છે તો મને ખુલ્લા આકાશની નીચે જીવવા દો.......
મારી સાથે બીજાની હરીફાઈ કર્યા વગર મને મારી રીતે આગળ વધવા તો દો......
બીજા સાથે મારી સરખામણીના ડર વગર મને મારા
સપના પૂરા કરવા તો દો......
પાસ નાપાસ ના ભય વગર મારે ભણવું છે તો મને ભણવા દો.......
ડૉક્ટર,ઈંજીનીયર અને સારી ટકાવારીના તણાવને દૂર કરી મને મારું ગમતું કરવા તો દો......
હે સંસાર હું નિત નવી પરીક્ષામાંથી પસાર થતો જીવ છું,મારે જીવવું છે તો મને જીવવા દો.....