મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...
દૂર રહીને પણ મારો મિત્ર હમેશા પાસે રહે,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

ક્યારેક શાળાએ મોડા પહોંચતાં,
તો સાથે સજા પણ ભોગવતા,
ચાલુ શાળાએ પાછલી પાટલીએ રોજ ધમાલ
મસ્તી થાય,
ત્યારે મારો મિત્ર મારા માટે શિક્ષકોની ચપાટ ખાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

ક્યારેક શાળાએથી છૂટીને બહાર ફરતા ફરતા ઘરે
જવામાં મોડું થાય,
ત્યારે મારો મિત્ર મારા લીધે મમ્મી પપ્પાની ફટકાર
ખાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

ક્યારેક શાળાનાં પ્રવાસે હું કોઈ કારણસર ના જઈ
શકતો,
ત્યારે મારો મિત્ર મારા લીધે પોતે પણ પ્રવાસ છોડી
મારો સાથ નિભાવતો,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

શાળામાં જો ક્યારેક હું મારો નાસ્તો ભુલી જતો,
તો મારો મિત્ર એનો આખો ડબ્બો મને આપી દેતો,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

અમે જ્યારે પણ સાથે સાઇકલ પર બહાર જતાં
ત્યારે હું પાછળ બેસતો,
ને મારો મિત્ર હસતા મોઢે મારો ભાર ખેંચતો,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

રોજ સાથે રમતા ને રમતા રમતા જો કોઈની સાથે
મારો ઝગડો થાય,
તો મારો મિત્ર તૈયારીમાં મારા લીધે બીજા સાથે લડી
જાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

મારા હસતા ચહેરાનું અજવાડું ઓળખે,
મારા નયનોમાંથી વહેતી અશ્રુધારાને ઓળખે,
મારો મિત્ર મારા દરેક હાવભાવને ઓળખે,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

મારી ખુશીઓમાં હાજર થાય કે ના થાય,
પણ મારો મિત્ર મારા દરેક દુઃખ દર્દનો મલમ બની
જાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

ક્યારેક મોટોભાઈ ક્યારેક ગુરુ તો ક્યારેક સારથી
બની જાય,
દરેક પાત્રમાં મારો મિત્ર મને સાચો રસ્તો બતાવી
જાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

ક્યારેક મારી ખુશી માટે પોતાની ખુશી ભુલી જાય,
તો ક્યારેક મારી જીત માટે મારો મિત્ર ખુદ હારી
જાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...

હમેશાં ધનના અભિમાન વગર બસ મનથી ધનવાન
બની જાય,
નિર્મળતામાં તો ઉંચા આકાશને પણ આંબી જાય,
નિસ્વાર્થ ભાવે મારો મિત્ર મારી મદદ કરતો જાય,
હદયના એવા ભાવને જોયા છે...
હું એ મારા મિત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને જોયા છે...