અમારા મનમાંથી નીકડતો એકજ ભાવ,
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તું જન્મ્યો ત્યારે પહેલીવાર તને હાથમાં લીધો તે પળ...
અમારા જીવનની બની સૌથી યાદગાર અને અનમોલ પળ...
મનમાં એવી ખુશીની લહેર દોડે...
કે તેના વિશે લખવા શબ્દો પણ ના જડે...
બસ તને જોતાં જઈએ ને હરખાતાં જઈએ...
કે જાણે દુનિયાના પહેલાં અને છેલ્લા માતાપિતા તો બસ અમેજ છીએ...
મનમાંથી લાગણીઓ છલકાઈને ને આશીર્વાદોનો વરસાદ પડે...
ને વરસાદમાં તો બસ તુજ પલળે...
તું હમેશાં સ્વસ્થ અને તંદુરસ્ત રહે...
વિવેક ને બુદ્ધિમાં તું સારો રહે...
મુશ્કેલીઓ તારાથી કોષો દૂર રહે...
ને સફળતામાં સૌથી આગળ રહે...
ભલે તું ઉંચા આકાશમાં ઉડે,
પણ હમેશાં તારા પગ ધરતી પર રહે...
સૌનો લાડલો બને,
ને સૌને લાડ પણ કરતો રહે...
તને ભાઈ બહેન સાથે મિત્રોનો સ્નેહ મળતો રહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
સાંભડ્યું છે કે કમળ હમેશાં કીચડમાં ખીલે છે તો,
તું છે અમારું કમળ ને તને ખિલવવા અમે કીચડ પણ બની જઈશું...
તું છે અમારું ગુલાબનું ફૂલ ને તારું રક્ષણ કરવા અમે કાંટા પણ બની જઈશું...
ગરમીમાં વૃક્ષ બની તને છાંયડો આપીશું...
વરસાદમાં છત્રી તો ઠંડીમાં ગરમ સ્વેટર બની જઈશું...
દરેક સુખદુખમાં તારી સાથેજ રહીશું...
બસ તું આવનાર દરેક પડકારોનો સામનો કરતો રહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
જન્મથી લઈ અત્યાર સુધી તું કેટલાંય ચહેરા સાથે સ્વભાવ બદલતો રહ્યો,
કોઈ કહે તું પપ્પા જેવો તો કોઈ કહે મમ્મી જેવો દેખાય...
કોઈ કહે હાવભાવ તો દાદાદાદીના છલકાય...
તો કોઈને તારામાં નાના નાનીના ગુણ દેખાય...
ભલે તું કોઈના પણ જેવો રહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તને ખુશ કરવા ક્યારેક અમે ઘોડા બની જઈશું...
ક્યારેક વાંદરા તો ક્યારેક જોકર બની જઈશું...
ક્યારેક ગાંડા જેવું નાચીશું...
તો ક્યારેક કોઈને ખોટા ખોટા લપડાક પણ ઠોકી દઈશું...
તને ખુશ કરવા દરેક પ્રયાસો કરતાં રહીશું...
ભલે દુનિયા અમને ગાંડા કે ઘેલા કહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તારા ગમતાં કપડાં લાવીશું...
ને ગમતું ભોજન પીરસીશું...
તું પતંગ ચગાવે ને અમે ચરખો પકડીશું...
તું દરેક બોલે છગ્ગા મારે એવા બૉલ પણ નાંખીશું...
ગેમ ઝોન હોય કે મૂવી તું કહે ત્યાં તને લઈ જઈશું...
ક્યારેક તારી ભૂલો પર થોડા ગુસ્સે પણ થઈ લઈશું...
ને તારા શોખ પૂરા કરવા બનતા દરેક પ્રયાસ કરીશું...
બસ આમજ અમારી સવાર સાંજમાં તું પ્રસન્ન રહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તું થોડો બીમાર પડે કે તને થોડું વાગે,
એવું લાગે જાણે અમારી દુનિયા હલી ગઈ હોય...
તારા લોહીનું એક ટીપું પણ જો વહે ને તો,
એવું લાગે જાણે લોહીની ધારા વહી ગઈ હોય...
ત્યારે ભગવાનને એકજ પ્રાર્થના કરીએ કે,
તું હમેશાં સ્વસ્થ ને તંદુરસ્ત રહે...
તારી આંખોમાંથી ક્યારેય આંસુ ના વહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તારા ફોટા પાડતી વખતે હમેશાં તને થોડો હસવા કહીશું...
ભલે તને ગમતું નથી પણ અમારા સ્વાર્થ માટે તો અમે આમજ કરીશું...
એનું પણ એક કારણ છે,
જ્યારે પણ અમે ઘરડાં થઈશું...
અમારી યાદોના તાર છૂટા પડતાં જશે...
તારા બાળપણનો ચહેરો અમારી યાદોમાં ક્યાંક અટવાઈ જશે...
ને તારા ફોટા જોતાંજ ફરી પાછા તાર જોડાઈ જાય,
ને બધું યાદ આવી જશે...
બસ આમજ અમારી યાદોમાં સદૈવ રહે...
દીકરા તું હમેશાં ખુશ રહે હસતો રહે...
તું છે અમારું ગગન વિશાળ ને તું છે અમારા જીવનનો પ્રકાશ...
તું છે અમારી આંખો ને તુજ છે અમારી છેલ્લી આશ...
અમારા જીવનની દરેક પળોમાં ને દરેક યાદોમાં,
બસ તુજ છે સૌથી ખાસ...
તું છે અમારા પ્રેમ અને લાગણીની મીઠી ધાર...
તારી સાથેજ જોડાયેલા છે અમારી ખુશીઓના તાર...
તું છે અમારા જીવનનો પ્રાણ આધાર...
અમારો દીકરો બનવા માટે તારો ખુબ ખુબ આભાર...
5 Comments
Very well written!! khub Saras!!
ReplyDeleteThank u...🙏
ReplyDeleteYour poem is wonderful production of relationship between family,Friend’s& Vimal I wish you are good for that….
ReplyDeleteThank u very much...🙏
DeleteAGRHF
ReplyDelete