હે વાસુદેવ હે દેવકી નંદન,
હે નંદલાલ હે યશોદાના વ્હાલ તમે છો...
જય શ્રીકૃષ્ણ તમે છો...
પિતા વાસુદેવ ને માતા દેવકીના ત્યાગમાં તમે છો...
નંદરાયજી ને મૈયા યશોદાની અપાર મમતામાં તમે છો...

હે કાનુડા હે ક્‌હાન,
હે ગિરિધર હે ગોપાલ તમે છો...
જય શ્રીકૃષ્ણ તમે છો...
બાળપણની દરેક લીલાઓમાં તમે છો...
મિત્રો સંગ માખણ ચોર તમે છો...
વાંસળીના દરેક સૂરમાં તમે છો...
ગોપીઓ સંગ નટખટ તમે છો...

હે મનોહર હે માધવ,
હે કેશવ હે મધુસુદન તમે છો...
જય શ્રીકૃષ્ણ તમે છો...
રાધા ને લલિતાનો પ્રેમ તમે છો...
ગોપીઓની રાસલીલા તમે છો...
શ્રીદામા ને સુદામાના બાળ સખા તમે છો...
તમે સેવક ને સ્વામી પણ તમે છો...

હે દ્વારકાધીશ હે નારાયણ,
હે યોગેશ્વર હે પુરુષોત્તમ તમે છો...
જય શ્રીકૃષ્ણ તમે છો...
જીવન તમે છો ને મૃત્યુ તમે છો...
સૃષ્ટિના કણ કણમાં તમે છો...
ધર્મની સાથે કર્મનું જ્ઞાન આપનાર ગુરુ તમે છો...
શરીર અનેક પણ અંતરની આત્મામાં એક તમે છો...
તમે અર્જુન તથા દુર્યોધન તમે છો...
પણ હમેશાં ધર્મની સાથે ને અધર્મની વિરુધ્ધ તમે છો...

હે જગન્નાથ હે મુરલીધર,
હે જનાર્દન હે યદુનંદન તમે છો...
જય શ્રીકૃષ્ણ તમે છો...