માતાનો પ્રેમ એટલે એવી સુગંધ કે જે હવામાં ભડીને હમેશાં આપણને તાજગી આપે તે...🙏
માતાનો પ્રેમ એટલે સતત વહેતી નદી જેવો હોય તે...🙏
માતાનો પ્રેમ એટલે અવિરત વહેતા ઝરણાં જેવો હોય તે...🙏
માતાનો પ્રેમ એટલે એવી નદી કે જેનો કિનારો ના હોય તે...🙏
માતાનો પ્રેમ એટલે કેટલાય ઉપવાસ કરી નાખે આપણા એક એક શ્વાસ માટે તે...🙏
માતાનો પ્રેમ એટલે નિસ્વાર્થ ભાવે હમેશાં આપણી પર મમતાનો વરસાદ કર્યા કરે તે...🙏
માતાનો પ્રેમ એટલે પોતે ભૂખે રહીને પણ આપણી ભૂખને સંતોષ આપે તે...🙏
માતાનો પ્રેમ એટલે વેલણનો એવો માર કે જે દરેક માર ફૂલોના વાર જેવો લાગે તે...🙏