જન્મદિવસની શુભેચ્છાઓ...
માતા,પિતા,ભાઈ,બહેન,કાકા,કાકી,દિકરા,દિકરી ને મિત્ર ને જન્મ દિવસ ની શુભેચ્છા આપતી સુંદર કવિતા
હમેશાં તમને સ્વસ્થતા-તંદુરસ્તી ને સુખ-સમૃદ્ધી
મળતી રહે...
આજના દિવસે તમને અમૂલ્ય ભેટ મળતી રહે...
અને અમૂલ્ય ભેટમાં જન્મદિવસની સારી
શુભેચ્છાઓ મળતી રહે...
આ ભેટ સામે સોનું,ચાંદી,રૂપિયા,ડોલર બધી ભેટ
ભરે છે પાણી...
કેમકે સારા શબ્દોની ભેટ જીવનમાં ગમે ત્યારે,
ખુશીઓનો વરસાદ કરે છે બનીને આકાશવાણી...
🎂જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન🎂
2.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન
મારી બહેન
ચાલ તને બાળપણની યાદ અપાવી દઉં...
અને તે યાદોને શબ્દોમાં ભરી એક કાગળ પર
ઉતારી લઉં...
ચાલ તને બાળપણની યાદ અપાવી દઉં...
બાળપણમાં દરેક જન્મદિવસ તું અમારી સાથે
ઉજવતી...
એક એક ચોકલેટ માટે મારી સાથે મજાની લડતી...
ના કોઈ મોંઘી ભેટોનો મોહ હતો,
ના કોઈ ડેકોરેશન કે પાર્ટીની માયા હતી...
બસ કેટબરી ને કપ કેક ખાઈને તું ખુશ થઈ જતી...
પેન્સિલ ને રમકડાની ભેટમાં જ રાજી રાજી થઈ
જતી...
આમ નાની મોટી ખુશીઓને ટૂંકમાં કહી દઉં...
ચાલ તને બાળપણની યાદ અપાવી દઉં...
અત્યાર સુધી હું તને ભેટમાં કશું આપી તો ના
શક્યો,
પણ ચાલ આજે ભેટમાં હું તને,
સારા શબ્દો રૂપી શુભેચ્છાઓ આપી દઉં...
ભગવાન પાસે તારી તંદુરસ્તીની સાથે,
તારા માટે ખુશીઓ માંગી લઉં...
દરેક પગલે તને સફળતા મળે,
ને તારા ચહેરા પર હમેશાં ચમક જોવા મળે,
તેવા આશીર્વાદ માંગી લઉં...
ચાલ આજે ભેટમાં હું તને,
સારા શબ્દો રૂપી શુભેચ્છાઓ આપી દઉં...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન
મારી બહેન
3.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન પપ્પા
અમે બાળ ને ઘરનાં વડા તમે છો...
અમે પત્તા ને ઝાડ તમે છો...
આ ધરતી પર અમે બે પગ પર ઊભા તો રહ્યાં,
પણ એનો આધાર તમે છો...
અમારી ઓળખ ને અમને નામ આપનાર તમે છો...
પોતે ઝેરના ઘૂંટડા પીને,
અમને અમૃત સમું જીવન આપનાર તમે છો...
અમારા માટે શિવજીનો અવતાર તમે છો...
અમને જીવનભર વ્હાલ ને લાડ કરનાર તમે છો...
અમારા માટે રાજા દશરથનો અવતાર તમે છો...
હમેશાં અમારું દરેક મુશ્કેલીઓ સામે રક્ષણ કરનાર
તમે છો...
અમારા માટે રાજા વિક્રમની તલવાર તમે છો...
અમારા માટે મોટા મકાનમાંથી,
નાની ઓરડીમાં પણ વસનાર તમે છો...
અમારા માટે રામજીનો અવતાર તમે છો...
અમારું જીવન ઘણાં રંગોથી ભરનાર તમે છો...
અમારા માટે મેઘધનુષના સાત રંગ તમે છો...
જીવનભર તમે અમને જે આપ્યું,
એની કોઈ સીમા નથી...
અને અમે તમને કાંઈક આપી શકીએ,
એવી અમારી કોઈ શાખ નથી...
બસ ભગવાન પાસે તમારા માટે એટલું માંગીએ,
કે તમે હમેશાં સ્વસ્થ રહો તંદુરસ્ત રહો...
ખુશ રહો ને હસતા રહો...
આવનારા દરેક વરસ તમારા સરસ રહે...
ને આવનારા દરેક જન્મ તમારી મન મરજીના રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન પપ્પા
4.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મમ્મી
અમારા જીવનમાં તારી ભૂમિકા જ એવી છે કે,
તારા વિશે લખતા લખતા શબ્દો પણ ખૂટી જાય...
ટૂંકમાં કહુ તો,
ઠોકર અમને વાગે ને કાળજુ તારુ હલી જાય...
કેટલાય દુખો વેઠીને અમને જન્મ આપનાર,
તું છે અમારી ભગવાન...
અમારી ખુશીઓ માટે આપ્યા છે,
તું એ ઘણા બલિદાન...
તારા વ્યક્તિત્વ સામે અમે તો કાંઈજ નથી,
તું આકાશ છે તો અમે ધૂળ બરાબર...
તું મમતાનો સાગર છે તો અમે બસ બુંદ બરાબર...
તારા માટે ભગવાન પાસેથી એટલુંજ માંગીએ કે,
તું હમેશા સ્વસ્થ ને તંદુરસ્ત રહે...
ખુશ રહે હસતી રહે...
આવનાર દરેક દિવસો ને વરસો,
તારા ખુશીઓથી રહે ભરપૂર...
આવનાર દરેક જન્મ તારા,
બીમારીઓ અને દવાઓથી રહે દૂર...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મમ્મી
5.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મોટાભાઈ
તમે છો બહુ શાંત અને સ્વભાવના સારા...
તમે છો મોટાભાઈ અમારા...
ભાઈ બનવું સરળ છે,
પણ સહેલુ નથી મોટાભાઈ બનવું,
મોટાભાઈ બનવા માટે ઊંચકવા પડે છે,
માથે જવાબદારીઓના ભારા...
ગમે તેવી પરિસ્થિતિ હોય,
કે આજુબાજુ હોય ગમે તેટલા ઘોંઘાટના મારા...
પણ તમે છો હમેશાં ધૈર્યપૂર્વક નિર્ણય લેનારા...
તમે છો મોટાભાઈ અમારા...
ભગવાનને કરીએ તમારા માટે પ્રાર્થના,
કે હમેશાં તમે સ્વસ્થ,તંદુરસ્ત ને ખુશ રહો,
તમારા તરફ આવતી દરેક મુશ્કેલીઓ,
કાંઈક બીજે વહી જાય બનીને વહેતી ધારા...
દરેક સપના સાકાર થાય તમારા...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મોટાભાઈ
6.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન નાના ભાઈ...
પહેરવેશ હોય કે ગાડીયો તું છે બ્રાન્ડનો દિવાનો...
તું છે અંતરંગી ને મજાક મસ્તીથી ભરેલો પ્યાલો...
ને પરિવારમાં છે તું સૌનો વ્હાલો...
ઘરમાં તું માળીયા પર ચઢે નહીં,
ને દોસ્તો કહે તો કુવામાં પણ ઉતરી જાય...
જ્યાં પગપાળા જવાય ત્યાં તું બાઇક લઈ જાય...
આજનાં દિવસે અમારી તને શુભેચ્છા છે એવી કે,
તારી પ્રગતિના દરેક રસ્તા પર હમેશાં ગ્રીન લાઇટ
જ દેખાય...
તારા દરેક મનગમતા સપના હકીકત બની જાય...
હમેશાં તું સ્વસ્થ રહે તંદુરસ્ત રહે...
ને ખુશ રહે હસતો રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન નાના ભાઈ...
7.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલા કાકા
તમે દરેક રૂપમાં ઢળી જાઓ છો...
તમે દરેક રંગમાં ભળી જાઓ છો...
તમે અંધકારમાં ફેલાવો છો ઉજળો પ્રકાશ...
ઉદાસીમાં લઈને આવો છો એક નવી આશ...
તમારી આંખોમાં નમી હોય કે ન હોય,
પણ ચહેરા પર ચમક દેખાય છે હમેશાં ખાસ...
હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરું છું કે,
તમે હમેશાં સ્વસ્થ રહો તંદુરસ્ત રહો...
હમેશાં ખુશ રહો હસતા રહો...
બસ આટલુંજ કહું છું ને,
સ્વીકારજો મારા પ્રેમ અને લાગણી ભર્યા વંદન...
ફરી એકવાર તમને જન્મદિવસના ખુબ ખુબ
અભિનંદન...
8.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન કાકી
બાળપણની યાદમાં અચુક આવો તે તમે છો...
માતા પછી મમતાનું બીજું નામ તે તમે છો...
મમ્મીના મારથી બચાવે,
ને ખોડામાં બેસાડી જમાડે તે તમે છો...
ઉંચકીને મેળામાં લઈ જાય,
ને મમ્મીની જેમ લાડ લડાવે તે તમે છો...
તમને જન્મદિવસની શુભેચ્છા છે અમારી...
દરેક ઈચ્છા પૂરી થાય તમારી...
તમે હમેશાં સ્વસ્થ રહો તંદુરસ્ત રહો...
ખુશ રહો ને હસતા રહો...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન કાકી
9.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલા દિકરા
યાદ છે મને એ તારું બાળપણ...
અને એ નાની નાની વાતોમાં દેખાતું તારું
ભોળપણ...
મળે કે ના મળે તને તારા જવાબો...
પણ તું કરતો હતો ઘણાં સવાલો...
ઘરમાં તું ક્યારેય ના ટકે ના શોધે જડે...
હમેશાં તું બસ આડોશ પાડોશમાંજ મળે...
ઘરમાં જમવા માટે તારી રાહ જોવાતી...
ને પડોશમાં તારી થારી પીરસાતી...
તું સૌને ખુબ પજવતો...
તોય તું સૌનો લાડલો હતો...
તું છે ધમાલ મસ્તી હસી ખુશીનો ખજાનો...
તું સાથે હોય તે દિવસ રહે ખુબ મજાનો...
આજનાં દિવસે જન્મદિવસની શુભકામનાઓ છે
એવી કે,
આવનારા દરેક વરસ તારા ખુબ પ્રગતિશીલ રહે...
તારા નસીબનો સિતારો હમેશાં ચમકતો રહે...
તું સ્વસ્થ તો છે જ ને હમેશાં તંદુરસ્ત રહે...
તું ખુશ તો છે જ ને હમેશાં હસતો રહે...
બસ આમ જ હમેશાં સૌનો વ્હાલો રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલા દિકરા
10.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલા દીકરા
નજર તારી એવી કે તને ચકલો કહું કે બાજ...
પણ તું અમારા સૌના દિલમાં કરે છે રાજ...
તું અમારા ઘરનો દીકરો છે સૌથી નાનો...
પણ તારી વાતો પરથી લાગે તું થઈ ગયો બહુજ
સયાનો...
જ્યારે તું હિંદીમાં ગુજરાતી ભેગું કરીને વાતો કરે,
ને તેમાંય થોડા અંગ્રેજીના છાંટા ઉડાડે...
ત્યારે તારી એ વાતો હસાવી હસાવીને અમારા ગાલ
દુખાડે...
આજના દિવસે તને શુભેચ્છા છે એવી કે,
ભલે અમારું બાળપણ વીત્યું હતું BLACK &
WHITE અને SD માં...
પણ તારું આવનારું જીવન વિતે હમેશાં
COLOURFUL અને FULL HD માં...
દિવસે દિવસે મોબાઇલ ગેમોમાં તારી રુચિ ઘટતી
રહે...
ને રોજેરોજ અભ્યાસમાં તારી રુચિ વધતી રહે...
તું ચોકલેટ, કેક ને આઇસક્રીમથી થોડો દૂર રહે...
ને હમેશાં માટે સ્વસ્થ તંદુરસ્ત રહે...
તું હમેશાં ખુશ રહે હસતો રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલા દિકરા
11.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલી દિકરી
તું છે નિર્મળ તું છે કોમળ...
તું છે શાંત અને શીતળ...
તું છે અમારા ઘરનાં આંગણનું સુંદર ફૂલ...
તું ઘરમાં હોય તે દરેક પળ લાઇટ રહે,
બાકી મીટર તો ચાલુ હોય પણ લાઇટ થઈ જાય
ગુલ...
તું છે ઘરનાં આંગણમાં પક્ષીઓનો કિલકિલાટ...
ને તું છે ઘરમાં ઝનકતો ઝાંઝરીનો ઝણઝણાટ...
ઘરમાં જ્યારે પણ ગરબાની વાત થાય...
બસ આંખોની સામે તારો જ ચહેરો આવી જાય...
જેમ મોબાઇલની ગેલેરી ફોટાથી ભરાય...
તેમ તારું જીવન ખુશીઓથી ભરાય જાય...
એવી અમારી શુભેચ્છા...
સૌનો પ્રેમ તારી ઉપર અવિરત વરસતો રહે...
તું હમેશાં ખુશ રહે હસતી રહે...
એવી અમારી શુભેચ્છા...
તું હમેશાં તંદુરસ્ત રહે...
તને ક્યારેય મેડિસિનની જરૂર ના પડે...
એવી અમારી શુભેચ્છા...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલી દિકરી
12.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલી દિકરી
તું અમારું ગૌરવ ને તું છે અમારું અભિમાન...
અમારી દીકરી બનીને તું એ વધાર્યું છે અમારું
માન...
જેવીરીતે દેશ માટે અમૂલ્ય કાશ્મીરની હિલ છે...
તેવીજ રીતે તું અમારા ઘરનું ધબકતું દિલ છે...
તું અમારા માટે દુનિયાનું સૌથી સુંદર અને નાજુક
ફૂલ છે...
તું અમને ખુશીઓથી જોડી રાખતો પુલ છે...
ઉંચા છે તારા સપના જેવીરીતે ઉંચો છે પેરિસનો
ઍફીલ ટાવર...
જોવાની આવે છે મજા જ્યારે તું બતાવે છે ઘરમાં
તારો પાવર...
ભલે તું જ્યાં રહે તે દેશ હોય કે પરદેશ...
બસ તને ખુશ જોઈ લઈએ એટલે અમે બધા ફ્રેશ...
અમારા જીવનનાં દરેક દુખો ભુલાય છે...
જ્યારે દિકરી આંખોને તારો હસતો ચહેરો દેખાય
છે...
તારા માટે દુનિયાની દરેક ખુશીઓ માંગુ,
તું જા... કહે ને દુખ ભાગી જાય...
તું આવ... કહે ને સુખ દોડતાં આવી જાય...
તું ઉંચા આકાશમાં ઉડે તે આકાશ તારું રહે...
તું જે જમીન પર ચાલે તે જમીન પર ફુલોની ચાદર
રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલી દિકરી
અમારી દીકરી બનીને તું એ વધાર્યું છે અમારું
માન...
જેવીરીતે દેશ માટે અમૂલ્ય કાશ્મીરની હિલ છે...
તેવીજ રીતે તું અમારા ઘરનું ધબકતું દિલ છે...
તું અમારા માટે દુનિયાનું સૌથી સુંદર અને નાજુક
ફૂલ છે...
તું અમને ખુશીઓથી જોડી રાખતો પુલ છે...
ઉંચા છે તારા સપના જેવીરીતે ઉંચો છે પેરિસનો
ઍફીલ ટાવર...
જોવાની આવે છે મજા જ્યારે તું બતાવે છે ઘરમાં
તારો પાવર...
ભલે તું જ્યાં રહે તે દેશ હોય કે પરદેશ...
બસ તને ખુશ જોઈ લઈએ એટલે અમે બધા ફ્રેશ...
અમારા જીવનનાં દરેક દુખો ભુલાય છે...
જ્યારે દિકરી આંખોને તારો હસતો ચહેરો દેખાય
છે...
તારા માટે દુનિયાની દરેક ખુશીઓ માંગુ,
તું જા... કહે ને દુખ ભાગી જાય...
તું આવ... કહે ને સુખ દોડતાં આવી જાય...
તું ઉંચા આકાશમાં ઉડે તે આકાશ તારું રહે...
તું જે જમીન પર ચાલે તે જમીન પર ફુલોની ચાદર
રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન વ્હાલી દિકરી
13.
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મારા મિત્ર
તારા માટે હું એ રચ્યું છે શબ્દોનું એક ચિત્ર...
જેનો વિષય છે મારો મિત્ર...
તારો દરેકે દરેક પળનો સંગ...
પળે પળમાં ભરી દે છે ખુશીઓનો રંગ...
તું છે દરિયાદિલીનો ખજાનો...
ને ધમાલ મસ્તી પણ કરે મજાનો...
આજના દિવસે તને શુભેચ્છા છે એવી કે,
ભલે વાકોચૂકો રોજનો તારો રસ્તો રહે...
પણ તું હમેશાં ખુશ રહે હસતો રહે...
દુખ તારાથી હમેશાં દૂર રહે...
ને સ્વસ્થતા હમેશાં તારી સાથે રહે...
જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન મારા મિત્ર
...VIMALMPATEL
0 Comments