તું છે પત્ની મારી...
દર્પણમાં તો ફક્ત ચહેરો દેખાય છે,
ચાલ તને બતાવી દઉં તારું અંતરમન...
મારી આંખો રોજ જુએ છે તારું અમારાં પ્રત્યેનું સમર્પણ...
તે જોઈને આજની આ કવિતા હું કરું છું તને અર્પણ...
મારી નજરમાં તું છે સૌથી ન્યારી...
તું છે જીંદગી ને તું છે દુનિયા મારી...
તું જીવનસંગીની ને તું છે જીવથીય પ્યારી...
તું છે અર્ધાનગી ને તું છે પત્ની મારી...
ક્યારેક માતાની મમતા તો ક્યારેક મિત્ર બનનારી...
ક્યારેક બહેન જેવો વ્હાલ તો ક્યારેક ગુરુ જેવી સમજ આપનારી...
મારા જીવનમાં જાણે કેટલીય ભૂમિકા ભજવનારી...
તું છે પત્ની મારી...
સવારમાં ઉઠતાં જ આંખો જે જુવે તે અજવાડું તું છે,
રાત્રે ઊંઘતા પહેલા જે જોઈ છે તે ચાંદની તું છે,
સવારથી રાત સુધી આખા ઘરને સુગંધિત કરે તે ફૂલોની સુગંધ તું છે,
તું છે પત્ની મારી...
સવારના પ્રભાતીયા થી લઈને સાંજની આરતી સુધી,
સવારની આદુ વાળી ચા થી લઈને રાતના હળદર વાળા દૂધ સુધી,
સવારનાં નાસ્તાથી લઈને રાતના ફાકાફુકી સુધી,
બસ દિવસરાત ભાગતી જાય તે શક્તિ તું છે,
તું છે પત્ની મારી...
ટીફીનમાં શું,બપોરનાં ભોજનમાં શું ને રાતના ભોજનમાં શું બનાવવું ની મથામણ સુધી,
કોણે શું ભાવશે ને કોણે શું ફાવશે ની ચર્ચાઓ સુધી,
દરેકનો સમય સાચવવાથી લઈને જરૂરિયાતો સુધી,
બસ દિમાગના ઘોડા દોડાવતી જાય તે શક્તિ તું છે,
તું છે પત્ની મારી...
કપડાં ધોઈને સુકવવાથી લઈને કપડાંને કબાટમાં મૂકવા સુધી,
ઘરની સાફસફાઈ થી લઈને વાસણો ઘસવા સુધી,
રોજેરોજના ખર્ચાઓથી લઈને બચત કરવા સુધી,
બસ ઘરનું સંચાલન કરતી જાય તે શક્તિ તું છે,
તું છે પત્ની મારી...
ભલે ક્યારેક આપણાં વિચાર એકબીજા સાથે ના પણ મળે તોય મને છે પ્યારી...
ઘરમાં કોઈ બીમાર હોય તો તેમની દિલથી ને સાચી સેવા કરનારી...
કેટલીયવાર પોતાની તબીયત ભલે સારી ના હોય પણ પૂરી કરે છે ઘરની દરેક જવાબદારી...
બસ જીવનભર ઘરમાં સૌને પ્રેમ,લાગણી,મમતા ને ત્યાગ પીરસનારી...
તે શક્તિ તું છે,
તું છે પત્ની મારી...
દરેક દુઃખમાં અમારી આગળ અને સુખમાં સૌથી પાછળ રહેનારી...
થોડી તીખી થોડી ગરી થોડી મોરી તો થોડી ખારી...
બની તું પત્ની મારી તે બદલ હું છું તારો આભારી...
મારી નજરમાં તું છે સૌથી ન્યારી...
તું છે જીંદગી ને તું છે દુનિયા મારી...
તું જીવનસંગીની ને તું છે જીવથીય પ્યારી...
તું છે અર્ધાનગી ને તું છે પત્ની મારી...
0 Comments