આ જીવન ચક્ર છે ભાઈ ગોળ ગોળ ફરવાનું... 

અંધકાર પછી અજવાડુ તો છે થવાનું...

જીવનમા તારે હાર થી નથી ડરવાનુ...

આપણે કામ છે એવું કરવાનુ...

કે આપણા થી આ ડર એ છે ડરવાનુ...

પડી પડી ને તો આપણે ચાલતા શીખીએ છે તો પડવાથી કેમ ગભરાવાનુ...

આ જીવન ચક્ર છે ભાઈ ગોળ ગોળ ફરવાનું... 

અંધકાર પછી અજવાડુ તો છે થવાનું...

જીવનનાં અંત સુધી પરીક્ષાઓ તો ચાલતી રહેવાની તો એક બે પરીક્ષામાં નાપાસ થવાથી ઉદાસ કેમ થવાનું...

જેમ રમતોનાં સાધનોથી આપણે ડરતા નથી તો પછી પુસ્તકોના શબ્દોથી કેમ ડરવાનું...

જો તમે અલગ અલગ રમતો અને મોબાઇલ ગેમો ના મિશનો પાસ કરી શકતા હોય તો પરીક્ષાના પ્રશ્નોથી શું ડરવાનું...

જેમ શરીરનાં અંગોને સારી રીતે ચલાવવા રમતોની જરૂર છે તેમ આપણા ઘરને સારી રીતે ચલાવવા ભણતરની જરૂર છે આપણે બધાએ આ છે સમજવાનું...

જેમ એક ભક્તને ભક્તિ વગર ભગવાન નથી મળતાં તેમ એક વિદ્યાર્થીને વિદ્યા વગર માં સરસ્વતી નથી મળતાં જરૂર આપણે બધાએ આ છે સમજવાનું...

જેમ દરેક પડનાર માણસ અંધ નથી હોતો તેમ દરેક નાપાસ થનાર વિદ્યાર્થી ડફોડ નથી હોતો જરૂર આપણે બધાએ આ છે સમજવાનું...

આ જીવન ચક્ર છે ભાઈ ગોળ ગોળ ફરવાનું... 

અંધકાર પછી અજવાડુ તો છે થવાનું...